Thursday, 14 June 2012

સબ સલામત ...

હમણાં હમણાં બ્લોગ વાંચવાની મજા આવે છે .જય  વસાવડા,ઉર્વીશ કોઠારી,શિશિર રામાવત,મુકુલ જાની વગેરે વગેરે ...આજે મુકુલભાઈ નો રાજકોટ ઉપરનો હળવો લેખ વાચ્યો .મજા આવી અને પહેલી વખત થોડી કડક ટીકા પણ કરી ,લેખ ઉપર નહિ .બાકી ચાલ્યા કરે છે ...સબ સલામત ... 

Friday, 8 June 2012

ચોમાસું શરુ થઇ ગયું




પહેલા કેરળ,પછી મુંબઈ અને હવે સુરત ...લાગે છે ધીરે ધીરે વરસાદ ની મોસમ આવી ગઈ છે. જોકે આ વખતે જોઈએ એવી ગરમી પડી નથી .૪૨ ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું પણ આનાથી આગળ વધ્યું નથી. કદાચ એવું પણ બને કે થોડો સમય વરસાદ પડે અને પછી પાછી ગરમી પડે. હમ્મ્મ્મ ...તો તકલીફ ..
પણ અત્યારે તો મજા લ્યો ...

Monday, 4 June 2012

વાતાવરણમાં પલટો

ગઈ કાલે સાંજે વાતાવરણમાં થોડા ફેરફાર જોવા મળ્યા. વાદળ છાયુ અને ગરમી માંથી રાહત આપતું હતું પણ બાફ સખત હતો .કેટલાક એ કહ્યું કે અમારે ત્યાં વરસાદ પણ પડ્યો હતો !!!વાહ ..આ આનંદ ના સમાચાર છે ...

Tuesday, 1 May 2012

sunny days are here again...




તો અસલ ગરમી ના દિવસો ફરી આવી ગયા છે. તાપમાન ઉપરની તરફ વધુ રહે છે. આ પણ મજાની ઋતુ છે .
કારણકે આજ સીજનમાં ખાવા પીવાની મજા આવે છે .કોલ્ડ ડ્રીન્કસ ,સોફ્ટ ડ્રીન્કસ ,સરબત ,તરબૂચ ,ગોળા વગેરે વગેરે .UNLIMITED FUN.જોકે વાત લાગી જાય એ વાત અલગ છે . પાણી ઉપર રહેવું વધુ હિતાવહ છે . ટૂંકા અને પારદર્શક કપડાની મોસમ છે ભાઈ , મજા લ્યો મજા .

ગૌરવગાથા ગુજરાતની ..

આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે .મહારાષ્ટ્રથી અલગ પડ્યાને   50 થી પણ ઉપર વરસો વીતી ગયા છે .વિકાસની ગાથામાં ગુજરાત મોખરે છે.બીજા રાજ્યોની સરખામણી માં ગુજરાતનો વિકાસ ઘણો જ થયો છે .રસ્તાઓ ઉપર સુખ અને સાહ્યબી જોવા મળે છે એની  પાછળ ગુજરાતીઓની આવડત, કુશાગ્ર બુદ્ધિ અને પારાવાર મહેનત છે કે જેના ફળ આજે સમગ્ર દેશ ચાખી રહ્યો  છે. મોટાભાગના ફિલ્ડમાં ગુજરાત આજે આગળ નીકળી ગયું છે અને બીજા રાજ્યો માટે રોલ મોડલ બન્યું છે. ઘણું બધું લખી શકાય  એમ છે.આકડાઓ એના  સાક્ષી છે. વળી અલગ પ્રકારના નેતૃત્વ એ એમાં મુખ્ય ભાગ ભજવ્યો છે. ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવો ..  

1 મે .ગુજરાત સ્થાપના દિવસ ..


Tuesday, 3 April 2012

હું શું કામ લખું છું ..?

પ્રશ્ન સાવ સાચો છે. હું કોઈ મોટો લેખક,કવિ ,વાર્તાકાર  કે  કોઈપણ પ્રકારના ક્ષેત્રમાં આગળ પડતો નથી ,એવું કોઈ જ્ઞાન કે કોઈ વિષયનું ગાઢ નોલેજ નથી કે એવું કોઈ વાંચન નથી કે જેનો ઉપયોગ લખવામાં થઇ શકે,તો પછી લખશો શું ? હું માનું છું કે લખવા માટે વિચારવું પુરતું છે અને હું થોડું ઘણું વિચારી શકું છું .એ મને લખવામાં મદદરૂપ થાશે આવી મારી માન્યતા છે.
ખા.નો . કોઇકે કહ્યું છે કે લખવા થી મન હળવું થાય છે.

આવી રીતે તરબૂચ અપાય ..




Sunday, 1 April 2012

મૂરખ બનવું અને હોવું એ બંને અલગ બાબત છે ..

આ ખોટું ,1st  અપ્રિલ  રવિવારે આવે એ .બધું બંધ હોય ,ક્યાંથી મજા આવે ? નાના હતા ત્યારે આની ઘણી મજા લીધી  છે પછી સાવ ભૂલાય ગયું .આજકાલ છાપાઓ આનું બહુ મહત્વ છે . મુખ્ય પાના ઉપર કોઈક એવા સમાચાર મુકવામાં આવે છે જે લોકો ને મૂરખ બનાવવા  પૂરતા હોય છે.અમય હીરો હિરોઈનો ના સમાચારની તો વાત જ અલગ છે.ઈન્ટરનેટ ઉપર પણ આની મજા લઇ શકાય છે .પણ જે રૂબરૂમાં મૂરખ બનાવી એપ્રિલ ફૂલ  એપ્રિલ   ફૂલ આવી બુમો પડવાની મજા જ કઈ ઔર છે .

1st એપ્રીલ....


Saturday, 31 March 2012

switch off..


૩૧ માર્ચ ..

લ્યો આ મહિનો પણ પૂરો. માર્ચનું મહત્વ પણ બહુ.ઋતુ બદલાય, પરીક્ષાઓ ની મોસમ વગેરે .નાણાકીય વરસ પણ પૂરું .જેમ નાની મોટી કંપનીઓ કે બેંક આખા વરસ ના લેખા જોખા કરે છે એમ દરેક ઘર માં પણ આવી રસમ હોવી જોઈએ. ખબર તો  પડે કે આપને કેટલામાં છીએ .શું કમાયા .શું ખર્ચો કર્યો , કેટલા બચાવ્યા વગેરે  વગેરે..શું કહો છો ?
વળી પાછું આજે શનિવાર ને આઠમ પણ છે ..
અને આજે તો પાછો અર્થ અવર( EARTH HOUR ) નો દિવસ ...

Friday, 30 March 2012

મારો વારો ક્યારે આવશે ??!!


ડોક્ટર્સ ઉપર હાથ ઉપાડતા પેહલા વિચારવું ,બે વાર ..

હા ભાઈ ગુજરાત સરકાર કાયદો લાવી રહી છે ,સજા થશે .છાપામાં આવા બનાવો આવતા જ રહે છે .મોટાભાગે સરકારી કે અર્ધ સરકારી હોસ્પિટલ માં બને છે .ખાનગીમાં નહિ થતા હોય કે બહાર નહિ આવતા હોય .દર્દીના સગાઓ પોતાની લાગણીઓ ઉપર કાબુ નથી રાખી શકતા અને તેથી ગુસ્સે થાય છે અને પરિણામ સ્વરૂપ " લાફો ".! પણ આ ઈલાજ નથી .ડોક્ટર્સ ઉપર હાથ ઉપાડવો વ્યાજબી નથી અને જે થઇ ગયું હોય એનો ઉપાય પણ નથી . ડોક્ટર્સ કેવી સ્થિતિ માં કામ કરે છે એ સમજવું જોઈએ.તેમના પણ limitation હોય છે .આખરે તેઓ પણ માણસ જ હોય છે. લાફાથી ઘણા નુકશાન થાય છે .એકતો પરિસ્થિતિ કાબુ બહાર જતી રહે છે.ન થવાનું થાય છે .હડતાલ સુધી વાત પહોચી જાય છે. એક ના ભોગે બધા દર્દીઓ એ ભોગવવાનું આવે છે .માટે જયારે પણ આવો પ્રસંગ ઉભો થાય મગજ કાબુમાં  રાખી સંસ્થાને સહકાર આપવો જોઈએ.

Thursday, 29 March 2012

In Gujarat, 3-year jail for slapping a doctor..

The Gujarat state assembly on Thursday passed a bill which makes any form of "violence on medicare service personnel and damage of the property of medical service institutes" a congisable and non-bailable offence.


આ સારા સમાચાર છે ..વિગતે લખવું પડશે.

ભૂખ્યા રેવાય એવી રમત

ભાઈ બહુ જ હેરાન થયો hunger  games જોઈ ને .ખુબ જ બોરિંગ ,બકવાસ પ્રકારનું મુવી છે.કોઈ ફાલતું reality શો  અને વીડિઓ ગેમ પર  થી બનેલું ૨ કલાક અને ૨૦ મિનીટ નું ધીમું કોઈ પણ પ્રકારની ઉત્તેજના વગરનું મુવી .પૈસા ,સમય અને મૂડ નો બગાડ થયો .આવું નોતું ધાર્યું .us અને uk માં કેમ આની પાછળ ગાંડા થયા છે લોકો ?? આખા હોલ માં 20 -30 જણ જ  હતા અને મારી પાછળવાળા છોકરાઓ ગાળોનો વરસાદ કરતા હતા .ધીમે ધીમે ઘણા એમાં જોડાયા હતા .ઈન્ટરવલ માં જોયું તો ૬ -૭ છોકરીઓ પણ હતી .આ અપશબ્દો અને ટીપ્પણીઓ નો એમને પણ લાભ મળ્યો હશે ."મુવી ઉપડતું જ નથી " આવી કોમેન્ટ વારંવાર પાછળ વાળો કરતો હતો.જોકે મને બહુ ખલેલ પહોચતી હતી પણ પછી મેં પણ આનંદ લીધો ,બીજું કઈ થાય એમ  નહતું .
એમાને એમાં નાસ્તાનો બહુ ખર્ચો થઇ ગયો .પણ હોલમાં આવી હરકતો ના કરવી જોઈઅ. આવા વાતાવરણમાં મુવી જોવાની મજા ન આવે . શાંતિ  તો હોવી જ જોઈઅ .
જે હોય તે એક તો ઘણા સમયે કોઈ મુવી માં બેઠો અને એ પણ આવું !! 

Wednesday, 28 March 2012

back to blog ...

લ્યો એ  લખવાનું તો ભૂલી જ ગયો કે આ બ્લોગ ૨૦૧૦ માં બનાવ્યો હતો ,પણ ૨૦૧૧ માં એક વાર લખ્યા પછી પાછું બંધ કરી દીધું હતું ...હવેથી રેગ્યુલર  લખીશ, તૈયાર રેહજો ....

hunger games

really i want to watch " Hunger Games"..but nobody is ready to company me.it seems " ekla chalo re tame ekla chalo re.." may be tomorrow..will post review..

ગોવામાં પેટ્રોલ માં ૧૧ rs નો ઘટાડો !

વાંચીને હળવો આચકો આવ્યો .આવું કેવી રીતે બને? પણ આવું થાશે એમ ગોવાના cm એ કહ્યું છે .તો પછી મુદ્દાનો સવાલ એ  કે બાકીના રાજ્યો કેમ આવું ના કરીશકે  ?ગુજરાતની જ વાત કરીએ તો ન. મો . છ કરોડ ગુજરાતીઓને ખુશ કરવા આવું પગલું લેશે ? વળી પાછું ચુંટણીને ધ્યાનમાં રાખીને આવું કઈ કરે તો મજા પડી જાય . જે હોય તે, ભારત માં ક્યાંક તો થોડી રાહત રહેશે .