Tuesday, 8 May 2012
Tuesday, 1 May 2012
sunny days are here again...
તો અસલ ગરમી ના દિવસો ફરી આવી ગયા છે. તાપમાન ઉપરની તરફ વધુ રહે છે. આ પણ મજાની ઋતુ છે .
કારણકે આજ સીજનમાં ખાવા પીવાની મજા આવે છે .કોલ્ડ ડ્રીન્કસ ,સોફ્ટ ડ્રીન્કસ ,સરબત ,તરબૂચ ,ગોળા વગેરે વગેરે .UNLIMITED FUN.જોકે વાત લાગી જાય એ વાત અલગ છે . પાણી ઉપર રહેવું વધુ હિતાવહ છે . ટૂંકા અને પારદર્શક કપડાની મોસમ છે ભાઈ , મજા લ્યો મજા .
ગૌરવગાથા ગુજરાતની ..
આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે .મહારાષ્ટ્રથી અલગ પડ્યાને 50 થી પણ ઉપર વરસો વીતી ગયા છે .વિકાસની ગાથામાં ગુજરાત મોખરે છે.બીજા રાજ્યોની સરખામણી માં ગુજરાતનો વિકાસ ઘણો જ થયો છે .રસ્તાઓ ઉપર સુખ અને સાહ્યબી જોવા મળે છે એની પાછળ ગુજરાતીઓની આવડત, કુશાગ્ર બુદ્ધિ અને પારાવાર મહેનત છે કે જેના ફળ આજે સમગ્ર દેશ ચાખી રહ્યો છે. મોટાભાગના ફિલ્ડમાં ગુજરાત આજે આગળ નીકળી ગયું છે અને બીજા રાજ્યો માટે રોલ મોડલ બન્યું છે. ઘણું બધું લખી શકાય એમ છે.આકડાઓ એના સાક્ષી છે. વળી અલગ પ્રકારના નેતૃત્વ એ એમાં મુખ્ય ભાગ ભજવ્યો છે. ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવો ..
Subscribe to:
Posts (Atom)


