Tuesday, 3 April 2012

હું શું કામ લખું છું ..?

પ્રશ્ન સાવ સાચો છે. હું કોઈ મોટો લેખક,કવિ ,વાર્તાકાર  કે  કોઈપણ પ્રકારના ક્ષેત્રમાં આગળ પડતો નથી ,એવું કોઈ જ્ઞાન કે કોઈ વિષયનું ગાઢ નોલેજ નથી કે એવું કોઈ વાંચન નથી કે જેનો ઉપયોગ લખવામાં થઇ શકે,તો પછી લખશો શું ? હું માનું છું કે લખવા માટે વિચારવું પુરતું છે અને હું થોડું ઘણું વિચારી શકું છું .એ મને લખવામાં મદદરૂપ થાશે આવી મારી માન્યતા છે.
ખા.નો . કોઇકે કહ્યું છે કે લખવા થી મન હળવું થાય છે.

આવી રીતે તરબૂચ અપાય ..




Sunday, 1 April 2012

મૂરખ બનવું અને હોવું એ બંને અલગ બાબત છે ..

આ ખોટું ,1st  અપ્રિલ  રવિવારે આવે એ .બધું બંધ હોય ,ક્યાંથી મજા આવે ? નાના હતા ત્યારે આની ઘણી મજા લીધી  છે પછી સાવ ભૂલાય ગયું .આજકાલ છાપાઓ આનું બહુ મહત્વ છે . મુખ્ય પાના ઉપર કોઈક એવા સમાચાર મુકવામાં આવે છે જે લોકો ને મૂરખ બનાવવા  પૂરતા હોય છે.અમય હીરો હિરોઈનો ના સમાચારની તો વાત જ અલગ છે.ઈન્ટરનેટ ઉપર પણ આની મજા લઇ શકાય છે .પણ જે રૂબરૂમાં મૂરખ બનાવી એપ્રિલ ફૂલ  એપ્રિલ   ફૂલ આવી બુમો પડવાની મજા જ કઈ ઔર છે .

1st એપ્રીલ....