આજકાલ ભારતમાં અલ્હાબાદમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે। કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ વિદેશમાંથી દર્શન અને સ્નાન કરવા આવે છે। આપણે ત્યાં અનેરું મહત્વ છે। જુદાજુદા પંથ અને અખાડાના સાધુઓ જોવા મળે છે।
જતા જતા ઠંડીનું નવું રૂપ જોવા મળ્યું। ઘણી જગ્યા એ વરસાદ પડ્યો !! લોકો મૂંઝવણમાં આવી ગયા સ્વેટર કે રેઈનકોટ ?? ઘણું ખરાબ વેધર કેવાય .માંદગી ચારે તરફ ફેલાઈ છે .
આપણે તો પ્રેમની વાત કરીએ અને વાંચીએ પણ પ્રેમ કરનારા અનેક વિરલાઓ દરેક સીમાઓને ઓળંગીને પ્રેમનો એકરાર કરતાં અચકાતા નથી. પ્રથમ નજરે જ પ્રેમ થઈ જાય તે ફિલ્મોમાં દર્શાવે છે ત્યારે સારું લાગે છે પણ મોટા ભાગના લોકો હકીકતમાં લવ એટ ફર્સ્ટ સાઈટ એટલે કે પહેલી નજરના પ્રેમને માનવાનો ઈનકાર કરી દે છે. હેલન ફિશર કહે છે કે તમે જ્યારે કોઈને મળો છો ત્યારે તેને જોતાંવેંત અડધી સેક્ધડમાં જ નક્કી કરી દો છો કે તમને તે વ્યક્તિ ગમી કે નહીં. તેની ઊંચાઈ, રંગ, રૂપ અને હા ગંધ પણ... બીજી સેક્ધડે તમે તેના વિશે જરા વધુ જાણો છો... જેમ કે તેનો અવાજ... બોલાતા શબ્દો... (સ્ત્રીઓને પુરુષોના દેખાવ કરતાં પણ તેના અવાજ અને શબ્દોની અસર વધુ થતી હોય છે.) પછીની સેક્ધડે... તેની બુદ્ધિમત્તા, ભણતર વગેરે... આમ, સમય વીતતાં તમે એ તારણ પર આવો છો કે તમે ખરેખર તેના પ્રેમમાં છો કે નહીં... (મુંબઈ સમાચાર )
હા ઉલ્લેખ કરવો પડે એમ છે .ખુબ જ ઠંડી પડી આ વખતે .તાપમાનનો પારો સતત નીચે રહ્યો . જોકે ગરમી કરતા ઠંડી થોડી સારી ..સહન થાય .આખા દેશ અને યુરોપ માં ઠંડી અને બરફવર્ષા એ લોકોને હેરાન કર્યા .