Saturday, 31 March 2012
૩૧ માર્ચ ..
લ્યો આ મહિનો પણ પૂરો. માર્ચનું મહત્વ પણ બહુ.ઋતુ બદલાય, પરીક્ષાઓ ની મોસમ વગેરે .નાણાકીય વરસ પણ પૂરું .જેમ નાની મોટી કંપનીઓ કે બેંક આખા વરસ ના લેખા જોખા કરે છે એમ દરેક ઘર માં પણ આવી રસમ હોવી જોઈએ. ખબર તો પડે કે આપને કેટલામાં છીએ .શું કમાયા .શું ખર્ચો કર્યો , કેટલા બચાવ્યા વગેરે વગેરે..શું કહો છો ?
વળી પાછું આજે શનિવાર ને આઠમ પણ છે ..
અને આજે તો પાછો અર્થ અવર( EARTH HOUR ) નો દિવસ ...
Friday, 30 March 2012
ડોક્ટર્સ ઉપર હાથ ઉપાડતા પેહલા વિચારવું ,બે વાર ..
હા ભાઈ ગુજરાત સરકાર કાયદો લાવી રહી છે ,સજા થશે .છાપામાં આવા બનાવો આવતા જ રહે છે .મોટાભાગે સરકારી કે અર્ધ સરકારી હોસ્પિટલ માં બને છે .ખાનગીમાં નહિ થતા હોય કે બહાર નહિ આવતા હોય .દર્દીના સગાઓ પોતાની લાગણીઓ ઉપર કાબુ નથી રાખી શકતા અને તેથી ગુસ્સે થાય છે અને પરિણામ સ્વરૂપ " લાફો ".! પણ આ ઈલાજ નથી .ડોક્ટર્સ ઉપર હાથ ઉપાડવો વ્યાજબી નથી અને જે થઇ ગયું હોય એનો ઉપાય પણ નથી . ડોક્ટર્સ કેવી સ્થિતિ માં કામ કરે છે એ સમજવું જોઈએ.તેમના પણ limitation હોય છે .આખરે તેઓ પણ માણસ જ હોય છે. લાફાથી ઘણા નુકશાન થાય છે .એકતો પરિસ્થિતિ કાબુ બહાર જતી રહે છે.ન થવાનું થાય છે .હડતાલ સુધી વાત પહોચી જાય છે. એક ના ભોગે બધા દર્દીઓ એ ભોગવવાનું આવે છે .માટે જયારે પણ આવો પ્રસંગ ઉભો થાય મગજ કાબુમાં રાખી સંસ્થાને સહકાર આપવો જોઈએ.
Thursday, 29 March 2012
In Gujarat, 3-year jail for slapping a doctor..
The Gujarat state assembly on Thursday passed a bill which makes any form of "violence on medicare service personnel and damage of the property of medical service institutes" a congisable and non-bailable offence.
આ સારા સમાચાર છે ..વિગતે લખવું પડશે.
આ સારા સમાચાર છે ..વિગતે લખવું પડશે.
ભૂખ્યા રેવાય એવી રમત
ભાઈ બહુ જ હેરાન થયો hunger games જોઈ ને .ખુબ જ બોરિંગ ,બકવાસ પ્રકારનું મુવી છે.કોઈ ફાલતું reality શો અને વીડિઓ ગેમ પર થી બનેલું ૨ કલાક અને ૨૦ મિનીટ નું ધીમું કોઈ પણ પ્રકારની ઉત્તેજના વગરનું મુવી .પૈસા ,સમય અને મૂડ નો બગાડ થયો .આવું નોતું ધાર્યું .us અને uk માં કેમ આની પાછળ ગાંડા થયા છે લોકો ?? આખા હોલ માં 20 -30 જણ જ હતા અને મારી પાછળવાળા છોકરાઓ ગાળોનો વરસાદ કરતા હતા .ધીમે ધીમે ઘણા એમાં જોડાયા હતા .ઈન્ટરવલ માં જોયું તો ૬ -૭ છોકરીઓ પણ હતી .આ અપશબ્દો અને ટીપ્પણીઓ નો એમને પણ લાભ મળ્યો હશે ."મુવી ઉપડતું જ નથી " આવી કોમેન્ટ વારંવાર પાછળ વાળો કરતો હતો.જોકે મને બહુ ખલેલ પહોચતી હતી પણ પછી મેં પણ આનંદ લીધો ,બીજું કઈ થાય એમ નહતું .
એમાને એમાં નાસ્તાનો બહુ ખર્ચો થઇ ગયો .પણ હોલમાં આવી હરકતો ના કરવી જોઈઅ. આવા વાતાવરણમાં મુવી જોવાની મજા ન આવે . શાંતિ તો હોવી જ જોઈઅ .
જે હોય તે એક તો ઘણા સમયે કોઈ મુવી માં બેઠો અને એ પણ આવું !!
Wednesday, 28 March 2012
back to blog ...
લ્યો એ લખવાનું તો ભૂલી જ ગયો કે આ બ્લોગ ૨૦૧૦ માં બનાવ્યો હતો ,પણ ૨૦૧૧ માં એક વાર લખ્યા પછી પાછું બંધ કરી દીધું હતું ...હવેથી રેગ્યુલર લખીશ, તૈયાર રેહજો ....
ગોવામાં પેટ્રોલ માં ૧૧ rs નો ઘટાડો !
વાંચીને હળવો આચકો આવ્યો .આવું કેવી રીતે બને? પણ આવું થાશે એમ ગોવાના cm એ કહ્યું છે .તો પછી મુદ્દાનો સવાલ એ કે બાકીના રાજ્યો કેમ આવું ના કરીશકે ?ગુજરાતની જ વાત કરીએ તો ન. મો . છ કરોડ ગુજરાતીઓને ખુશ કરવા આવું પગલું લેશે ? વળી પાછું ચુંટણીને ધ્યાનમાં રાખીને આવું કઈ કરે તો મજા પડી જાય . જે હોય તે, ભારત માં ક્યાંક તો થોડી રાહત રહેશે .
Subscribe to:
Posts (Atom)


