Thursday, 15 January 2015
૧૪ જાન્યુઆરી -મકરસંક્રાંતિ -ઉત્તરાયણ
લખું છું આ ૧૫ મી એ .
ગુજરાતનો બહુજ માનીતો તહેવાર એટલે ઉત્તરાયણ ( હા ભાઈ ઉત્તરાયણ નહિ મકરસંક્રાંતિ ).
પણ આ દિવસ લોકોને યાદ રહેશે કારણકે સવારે ઉઠીને જોયું તો ધુમ્મસ ,સામેનું મકાન દેખાય નહિ એવું ! ક્યારેય અહી જોવા મળતું નથી .ઉપરથી ઝાકળ ,વાતાવરણ ભીનું-ભીનું ..આખી સવાર એમાં ગઈ ,છેક ૧:૩૦ પછી સુરજ નીકળ્યો ,પણ જરાક પણ પવન નહિ ...આખો દિવસ આમ પસાર થઇ ગયો ,પતંગ રસીયાઓને મૂડ ખરાબ થઇ ગયો ,બધીજ તૈયાર્રીઓ માથે પડી ...જેમતેમ દિવસ પસાર કર્યો ..પણ રાતે ,દર વરસની જેમ આખું આકાશ તુક્કલો થી છવાઈ ગયું ,આતશબાજી ,ફટાકડા એ આનંદમાં વધારો કર્યો ....
આજે પવન છે પણ લોકો અગાશી ઉપર ઓછા દેખાય છે ..
Saturday, 3 January 2015
યે વાયબ્રન્ટ ...વાયબ્રન્ટ ..ક્યા હૈ ....
ફરી પાછો જાન્યુઆરી ,એટલે ગુજરાત માટે વાયબ્રન્ટ મહિનો .જેમ શિયાળામાં વિદેશી પક્ષીઓ આવે એમ દેશ -વિદેશના ધંધાદારીઓ ને ગુજરાતમાં બોલાવામાં આવે છે .ગાંધીનગર અને અમદાવાદના અમુક ચોક્કસ ભાગને ચકચકિત કરવામાં આવ્યા છે ,છાપ સારી પડવી જોઈએ ભાઈ ...મોટાભાગના લોકો હવે આને ખોટો ખર્ચો માને છે ,એ સાચું પણ છે વિકાસના કામો ઘણા અટકેલ છે એ પુરા થતા નથી અને આટલી શોબાઝી સરકાર કરે એ વ્યાજબી નથી .આ બધી સાફસફાઈમાં નાના ધંધાદારીઓને ઉભા કરી દેવાય છે એ આનો મોટો ડ્રોબેક છે .
..કાંકરિયા કાર્નિવલ હમણાજ પત્યો ,લોકો પુરા જોશ અને ઉત્સાહ આમાં ભાગ લે છે ,૫-૬ લાખ લોકો દરરોજ જોવા જતા હતા ..હું હજુ સુધી ગયો નથી ...અને ઉપરથી પતંગ ઉત્સવ તો ખરોજ ......ઠંડીમાં લોકો ધ્રુજે છે અને સરકાર આવા ઉત્સવોથી ધ્રુજાવે છે ...

Thursday, 1 January 2015
ઓન લાઈન ખરીદી આશીર્વાદ છે ?!
વેલ ,આ બહુ લાંબો અને ચર્ચાનો વિષય છે .પણ હમણાં એક પ્રોડક્ટ- (ડાઈપર ) મંગાવી અને એને ઓનલાઈન સાઈટ ઉપર જોયુતો ૩૦૦/- ઓછા !! પેલી પાછી આપી અને ઓનલાઈન ઓર્ડર બુક કરાવી જ દીધો ,આટલો મોટો ફાયદો થાતો હોય તો કોણ દુકાનમાંથી મંગાવે !?
ક્યારેક આની વિગતે ચર્ચા કરીશું ...
ક્યારેક આની વિગતે ચર્ચા કરીશું ...
લખતા રહીએ ....
વરસના પ્રથમ દિવસે લખવાનો આનંદ જ કઈ ઓર છે ,ભલેને પછી કંઈજ લખો નહિ !તો૨૦૧૪ પૂરું થઇ ગયું અને આજે ૨૦૧૫ શરુ પણ થઇ ગયું .આમ જોવા જાવો તો કઈ ફેર પડતો નથી ખાલી કેલેન્ડરજ બદલાય છે ,જીવનમાં બહુ ઝાઝો ફર્ક પડતો નથી .રૂટીન બદલાતું નથી .૩૧ ડિસેમ્બરે લોકો એવો ઉત્સાહ બતાવે છે જાણે બીજે દિવસે આવું કરવા જ નહિ મળે ! હવે આવી પાર્ટીઓ વધતી જાય છે ,ગાંડપણ ની હદે ..
શું લખવું જોઈએ એ પહેલા દિવસે ? રેસોલ્યુંશન વિષે ? ના ભાઈ ના એવામાંતો માન્તાજ નથી અમે .જે વસ્તુ કરી ન શકો એનું પ્રણ લેવાતું હશે ?! આજુબાજુ ઘણું બની રહ્યું છે ,લોકો " પીકે " પાછળ પડ્યા છે , રાજકીય પક્ષો જમ્મુ કાશ્મીર પાછળ પડ્યા છે , ક્રુડ ના ભાવ ઘટતાજ જાય છે પણ એની સામે મોંઘવારી ઘટતી નથી ,પાકિસ્તાન બોર્ડર ઉપર સળીઓ કર્યાજ કરે છે ,વિમાનો ગાયબ થવાની ઘટનાઓ ચાલુજ છે ,વિશ્વમાં માંડી આવી રહી હોવાનું લાગે છે ,ધોની એ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઇ લીધી વિગેરે વિગેરે ...એવું લાગે છે હવે રેગ્યુલર લખીશ જોવ આ લખેલું ક્યાં સુધી યાદ રહે છે ....તો ૨૦૧૫ ને એન્જોય કરો ...

Subscribe to:
Posts (Atom)