Tuesday, 1 May 2012

ગૌરવગાથા ગુજરાતની ..

આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે .મહારાષ્ટ્રથી અલગ પડ્યાને   50 થી પણ ઉપર વરસો વીતી ગયા છે .વિકાસની ગાથામાં ગુજરાત મોખરે છે.બીજા રાજ્યોની સરખામણી માં ગુજરાતનો વિકાસ ઘણો જ થયો છે .રસ્તાઓ ઉપર સુખ અને સાહ્યબી જોવા મળે છે એની  પાછળ ગુજરાતીઓની આવડત, કુશાગ્ર બુદ્ધિ અને પારાવાર મહેનત છે કે જેના ફળ આજે સમગ્ર દેશ ચાખી રહ્યો  છે. મોટાભાગના ફિલ્ડમાં ગુજરાત આજે આગળ નીકળી ગયું છે અને બીજા રાજ્યો માટે રોલ મોડલ બન્યું છે. ઘણું બધું લખી શકાય  એમ છે.આકડાઓ એના  સાક્ષી છે. વળી અલગ પ્રકારના નેતૃત્વ એ એમાં મુખ્ય ભાગ ભજવ્યો છે. ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવો ..  

No comments:

Post a Comment