Saturday, 7 December 2013

નતીજે ચુનાવ કે ..

જી હા .એક સાથે પાંચ રાજ્યોમાં ચુંટણી થઇ અને કાલે તેનું પરિણામ છે  . એમજ કહોને લોકસભાની ચુંટણી પેલાની આ મેચ છે  .અત્યારે ભાજપ નો હાથ ઉપર લાગે છે  .દિલ્હીમાં આપ પાર્ટી અને અરવિંદ કેજરીવાલ એ જબરજસ્ત ટક્કર આપી કોંગ્રેસ અને ભાજપ ને આશ્ચર્યમાં નાખી દીધા  છે  .કોંગ્રેસ તેના દુસ્કર્મો  જેવાકે કુશાશન ,મોંઘવારી , કરપ્શન  હેઠળ દબાઈ ગઈ છે  . ભાજપ  ફક્ત નરેન્દ્ર મોદીને સહારે છે  .આ વખતે " ઉપર ના માંથી કોઈ પણ નહિ " જેવું ઓપ્શન આપવામાં આવ્યું છે  .  આ વખતનો પ્રચાર હાઈ ટેક  હતો ,ઈન્ટરનેટ નો ભરપુર ઉપયોગ થયો અને મીડિયા એ પણ ખુબ ભાગ લીધો  ...હવે જોઈએ ધ્વજ  ફરકે છે અને કોનો અડધી કાઠી  એ। ..

Sunday, 10 November 2013

બીલેટેડ હેપ્પી બર્થડે

હેલ્લો
નુતન વર્ષાભિનંદન   .

આમ તો આ બ્લોગ ગઈ કાલે લખવાનો હતો. જનમ દિવસ  નિમિતે. પણ જેમ હમણાં ઘણા મહિનાઓથી કઈ લખેલું નથી એમ ગઈકાલે પણ ન જ લખ્યું . આમતો ઘણા આવા દિવસ આવી ગયા પણ આ વખતે નવી વાત એ હતી કે સૌ પ્રથમવાર હું એકલો હતો  . એનો અર્થ એ થાય કે તમારી ઉમર વધી ગઈ છે અથવા તમારું કુટુંબમાં મહત્વ ઘટી ગયું છે। જે હોય તે પણ એકલો હતો એ હકીકત હતી  . ફેસબુક પર ખુબ શુભેછા મેસેજ આવ્યા અને ઘણા મિત્રો રૂબરૂ અને ફોન ઉપર મળ્યા  . જનમ દિવસ આરામથી પસાર થઇ ગયો  .

દિવાળીનો નશો હજુ લોકો ઉપરથી ઉતાર્યો નથી  .રજાનો માહોલ ચારે બાજુ છે  .રસ્તા હજુપણ ભીડભાડ વગરના અને મોટાભાગની દુકાનો હજુ પણ બંધ છે  . ઘણા લોકો બહાર ફરવા નીકળી ગયા છે એ હજુપણ આવ્યા નથી  .સોમવારે રાબેતા મુજબનો  માહોલ થઇ  થાશે  .


Saturday, 18 May 2013

ક્રિકેટ -શરાબ શબાબ અને સટ્ટો



જી હા ..સટ્ટાનું ભૂત ફરી ધણધણીયું..શ્રી શંથ જેવો  ખેલાડી પણ આમાં આવી ગયો . આમ પણ આઈ પી એલ  બદનામ હતી અને ઉપરથી આ બનાવે આબરૂના કાંકરા કરી નાખ્યા. સટ્ટો નવો નથી પણ હવે આ કાયમી થઇ ગયો છે .આટલા  આટલા મબલખ રૂપિયા મળે છે તો પણ વધારે ,શોર્ટ કટમાં ,રૂપિયા મેળવવાની લાલચ જતી નથી ..આવું બહાર આવવા છતાં એના ઉપર રોક લગાવી શકાય એમ નથી ..બેલગામ ઘોડો છે આ સટ્ટો ....

કાળઝાળ ગરમી ...

હા ભાઈ મે મહિનામાં કાળઝાળ ગરમી પડી રહી છે ..તો ફરિયાદ તો કરવી જ પડે ને ...બપોરે રીતસર શહેરમાં સન્નાટો છવાય જાય છે ...મોડીરાત સુધી ગરમીમાંથી રાહત નથી મળતી ...શું થાય ? ભોગવો બીજું શું ?

Thursday, 28 February 2013

ફિર વહી બજેટ લાયા હું ..

લ્યો ફેબ્રુઆરી નો એન્ડ પણ આવી ગયો . આ મહિનામાં વેલેનતીને ડે  પણ આવ્યો; રોઝ ડે ,કિસ ડે ,પ્રોપોઝ ડે ,હગ ડે  આવા દિવસો પણ આવ્યા .
રેઇલ  બજેટ પણ આવ્યું .રાબેતા મુજબ એમાં કઈ નવું ન હતું .
આજે મુખ્ય બજેટ છે .લોકોને બહુ આશા છે પણ કઈ મળશે નહિ .

Friday, 15 February 2013

મહાકુંભની મહાવ્યથા .

આજકાલ ભારતમાં અલ્હાબાદમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે। કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ વિદેશમાંથી દર્શન અને સ્નાન કરવા આવે છે। આપણે  ત્યાં  અનેરું મહત્વ છે। જુદાજુદા પંથ અને અખાડાના સાધુઓ જોવા મળે છે।

આ કેવી ઋતુ ચાલી રહી છે ?!

જતા જતા ઠંડીનું નવું રૂપ જોવા મળ્યું। ઘણી જગ્યા એ વરસાદ પડ્યો !! લોકો મૂંઝવણમાં આવી ગયા સ્વેટર કે રેઈનકોટ ?? ઘણું ખરાબ વેધર કેવાય .માંદગી ચારે તરફ ફેલાઈ છે .

Thursday, 14 February 2013

પ્રેમ એટલે કે ..

આપણે તો પ્રેમની વાત કરીએ અને વાંચીએ પણ પ્રેમ કરનારા અનેક વિરલાઓ દરેક સીમાઓને ઓળંગીને પ્રેમનો એકરાર કરતાં અચકાતા નથી. પ્રથમ નજરે જ પ્રેમ થઈ જાય તે ફિલ્મોમાં દર્શાવે છે ત્યારે સારું લાગે છે પણ મોટા ભાગના લોકો હકીકતમાં લવ એટ ફર્સ્ટ સાઈટ એટલે કે પહેલી નજરના પ્રેમને માનવાનો ઈનકાર કરી દે છે. હેલન ફિશર કહે છે કે તમે જ્યારે કોઈને મળો છો ત્યારે તેને જોતાંવેંત અડધી સેક્ધડમાં જ નક્કી કરી દો છો કે તમને તે વ્યક્તિ ગમી કે નહીં. તેની ઊંચાઈ, રંગ, રૂપ અને હા ગંધ પણ... બીજી સેક્ધડે તમે તેના વિશે જરા વધુ જાણો છો... જેમ કે તેનો અવાજ... બોલાતા શબ્દો... (સ્ત્રીઓને પુરુષોના દેખાવ કરતાં પણ તેના અવાજ અને શબ્દોની અસર વધુ થતી હોય છે.) પછીની સેક્ધડે... તેની બુદ્ધિમત્તા, ભણતર વગેરે... આમ, સમય વીતતાં તમે એ તારણ પર આવો છો કે તમે ખરેખર તેના પ્રેમમાં છો કે નહીં...
(મુંબઈ સમાચાર )



હા ઉલ્લેખ કરવો પડે એમ છે .ખુબ જ ઠંડી પડી આ વખતે .તાપમાનનો પારો સતત નીચે રહ્યો . જોકે ગરમી કરતા ઠંડી થોડી સારી ..સહન થાય .આખા દેશ અને યુરોપ માં ઠંડી અને બરફવર્ષા એ લોકોને હેરાન કર્યા .


I AM BACK

બહુ મોટું વેકેશન પડી ગયું ..2013 ...14 ફેબ્રુઆરી ..વસંત પંચમી ...