Thursday, 1 January 2015

લખતા રહીએ ....

વરસના પ્રથમ દિવસે લખવાનો આનંદ જ કઈ ઓર છે ,ભલેને પછી કંઈજ લખો નહિ !તો૨૦૧૪ પૂરું થઇ ગયું અને આજે ૨૦૧૫ શરુ પણ થઇ ગયું .આમ જોવા જાવો તો  કઈ ફેર પડતો નથી ખાલી કેલેન્ડરજ બદલાય છે ,જીવનમાં બહુ ઝાઝો ફર્ક પડતો નથી .રૂટીન બદલાતું નથી .૩૧ ડિસેમ્બરે લોકો એવો ઉત્સાહ બતાવે છે જાણે બીજે દિવસે આવું કરવા જ  નહિ મળે ! હવે આવી પાર્ટીઓ વધતી જાય છે ,ગાંડપણ ની હદે ..
શું લખવું જોઈએ એ પહેલા દિવસે ? રેસોલ્યુંશન વિષે ? ના ભાઈ ના એવામાંતો માન્તાજ નથી અમે .જે વસ્તુ કરી ન શકો એનું પ્રણ લેવાતું હશે ?! આજુબાજુ ઘણું બની રહ્યું છે ,લોકો " પીકે " પાછળ પડ્યા છે , રાજકીય પક્ષો જમ્મુ કાશ્મીર પાછળ પડ્યા છે , ક્રુડ ના ભાવ ઘટતાજ જાય છે પણ એની સામે મોંઘવારી ઘટતી નથી ,પાકિસ્તાન બોર્ડર ઉપર સળીઓ કર્યાજ કરે છે ,વિમાનો ગાયબ થવાની ઘટનાઓ ચાલુજ છે ,વિશ્વમાં માંડી આવી રહી હોવાનું લાગે છે ,ધોની એ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઇ લીધી વિગેરે વિગેરે ...એવું લાગે છે હવે રેગ્યુલર લખીશ જોવ આ લખેલું ક્યાં સુધી યાદ રહે છે ....તો ૨૦૧૫ ને એન્જોય કરો ...

No comments:

Post a Comment