Sunday, 10 November 2013

બીલેટેડ હેપ્પી બર્થડે

હેલ્લો
નુતન વર્ષાભિનંદન   .

આમ તો આ બ્લોગ ગઈ કાલે લખવાનો હતો. જનમ દિવસ  નિમિતે. પણ જેમ હમણાં ઘણા મહિનાઓથી કઈ લખેલું નથી એમ ગઈકાલે પણ ન જ લખ્યું . આમતો ઘણા આવા દિવસ આવી ગયા પણ આ વખતે નવી વાત એ હતી કે સૌ પ્રથમવાર હું એકલો હતો  . એનો અર્થ એ થાય કે તમારી ઉમર વધી ગઈ છે અથવા તમારું કુટુંબમાં મહત્વ ઘટી ગયું છે। જે હોય તે પણ એકલો હતો એ હકીકત હતી  . ફેસબુક પર ખુબ શુભેછા મેસેજ આવ્યા અને ઘણા મિત્રો રૂબરૂ અને ફોન ઉપર મળ્યા  . જનમ દિવસ આરામથી પસાર થઇ ગયો  .

દિવાળીનો નશો હજુ લોકો ઉપરથી ઉતાર્યો નથી  .રજાનો માહોલ ચારે બાજુ છે  .રસ્તા હજુપણ ભીડભાડ વગરના અને મોટાભાગની દુકાનો હજુ પણ બંધ છે  . ઘણા લોકો બહાર ફરવા નીકળી ગયા છે એ હજુપણ આવ્યા નથી  .સોમવારે રાબેતા મુજબનો  માહોલ થઇ  થાશે  .


No comments:

Post a Comment